મોરબીમા કોરોના વેક્સીનનો ૫૩૪૦ ડોઝનો જથ્થો આવી પહોંચ્યો

0
80
/

મોરબીમા કોરોના મહામારીને પગલે નવ માસથી સમગ્ર ગુજરાત અને દેશના નાગરિકો વેક્સીન ક્યારે આવશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જે ઇન્તજારનો અંત આવ્યો છે અને આજે મોરબીને ફાળવેલ ૫૩૪૦ ડોઝનો પ્રથમ જથ્થો મોરબી આવી પહોંચ્યો છે

સમગ્ર ગુજરાત સહીત દેશભરમાં તા. ૧૬ જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન શરુ કરવામાં આવનાર છે જેની તૈયારીના ભાગરૂપે ગુજરાત આવેલ કોરોના રસીની વહેંચણી કરવામાં આવી રહી છે જેમાં મોરબી જિલ્લાને ૫૩૪૦ ડોઝનો પ્રથમ જથ્થો ફાળવવામાં આવ્યો હોય જે આજે મોરબી આવી પહોંચ્યો છે મોરબી આરોગ્ય વિભાગની ટીમના ફાર્માસીસ્ટ અતુલભાઈ પટેલ અને પાઈલોટીંગ ઓફિસર વિનોદભાઈ સોલંકી રાજકોટ પહોંચ્યા હતા અને વેક્સીનનો જથ્થો લઈને મોરબી પહોંચ્યા હતા

જ્યાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પૂર્વ ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વેક્સીન જથ્થો મોરબી આવી પહોંચતા ખુશી પણ વ્યક્ત કરી હતી

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/