મોરબીમા હનુમાનજીના મંદિરને પાલિકા દ્વારા નોટિસ આપતા સ્થાનિક લોકોમાં રોષ

0
6
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીના ખારા કુવાની શેરીમાં આવેલ હનુમાનજીના મંદિરને પાલિકા દ્વારા નોટિસ આપતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જૂના બસ સ્ટેન્ડ રોડ પાસે આવેલ ખારા કુવાની શેરીમાં 70 વર્ષ પુરાણું હનુમાનજીનું મંદિર છે જે અહીંના સ્થાનિક તમામ લોકોને આસ્થાનું પ્રતિક સમાન છે ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા આ મંદિરને રીનોવેશન કર્યા બાદ કયા આધાર ઉપર અહીં મંદિર બાંધવામાં આવેલ છે તેના સ્થાનિક લોકો પાસે પુરાવા માંગતી એક નોટિસ આપવામાં આવતા સ્થાનિક શ્રદ્ધાળુઓ અને ભક્તજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે

નોંધનીય બાબત છે કે મોરબી જીલ્લો જાહેર થયો તેને એક વર્ષ જેવું થવા આવ્યું છે પરંતુ હજી પણ ઘણી બધી જગ્યાઓએ ગેરકાયદેસર બાંધકામ તેમજ દબાણોના ખડકલા જોવા મળી રહ્યા છે મોરબી નગરપાલિકા એ તમામ વગદારો દ્વારા કરવામાં આવતા ગેરકાયદેસર બાંધકામ પર હજી સુધી પગલા કેમ નથી લેતી અને આવા લોકોની આસ્થાના પ્રતીક સમાન ધાર્મિક સ્થાનોને જ કેમ ટાર્ગેટ બનાવી રહી છે તેઓ અણીયારો સવાલ સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યો છે આ મંદિર વર્ષો પુરાણું છે અને અહીંના જે સ્થાનિક વેપારીઓ છે તેમણે એક સામાન્ય મંદિરમાંથી રીનોવેશન કરી અને આસ્થા અને ભક્તિ ભાવપૂર્વક હનુમાનજીનું ત્યાં સ્થાપન કર્યું છે ત્યારે મોરબી નગરપાલિકા લોકોની લાગણી સાથે દૂર વ્યવહાર કરી રહી હોય તેઓ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/