મોરબીમા PMKVY 3.0ના ઓનલાઈન લોન્ચિંગ કાર્યક્રમમાં મોરબીના પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રના કર્મીઓ પણ જોડાયા

0
51
/

મોરબી : હાલ તારીખ 15 જાન્યુઆરી, 2021ના રોજ મિનિસ્ટ્રિ ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેનિયરશિપ તેમજ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY 3.0) નું નવી દિલ્હીથી મંત્રી ડો. મહેન્દ્રનાથ પાંડે અને મંત્રી રાજકુમાર સિંઘ દ્વારા ઓનલાઈન લોંચિંગ કરવામાં આવ્યું હતું. જેમાં દેશના 600થી પણ વધારે PMKKમાથી 75 સેંટર્સને આ કાર્યક્રમમા લાઈવ જોડાવાની તક મળેલ હતી.

જેમાં પૂરા દેશમાથી અનેક જિલ્લાના સંસદ સભ્ય પણ જોડાયેલ હતા. એમાંથી મોરબી જીલ્લાનું રવાપર રોડ ઉપર આવેલ PMKK સેન્ટરની પણ પસંદગી પણ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત યોજનાનો હેતુ દેશના યુવાનોને રોજગારલક્ષી સ્કીલ ટ્રેનીંગ આપી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રોશનકુમાર અને નિરવ ભાલોડીયાની આગેવાની હેઠળ પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર, મોરબીના તમામ કર્મચારીઑએ ખાસ મહેનત કરી કાર્યક્રમનું સફળ સંચાલન કરેલ હતું.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/