ઠંડીની સાથે તસ્કરોનું પણ જોર વધ્યું
મોરબી : તાજેતરમા ગઈકાલે મોરબીની ધર્મનગર સોસાયટીમાં ઘરફોડ ચોરીનો ત્રીજી વખત પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. મોરબીમાં વારંવાર ચોરીની ઘટનાના બનાવો જોવા મળે છે. ઠંડીનું જોર વધતા પોલીસની નિષ્ક્રિયતાના લીધે તસ્કરોને જાણે મોકળું મેદાન મળી ગયું છે. આથી, શહેરમાં તસ્કરોનો તરખાટ વધ્યો છે તેમ કહી શકાય. તેમજ લોકો પોલીસના નાઈટ પેટ્રોલીંગ પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે.
આ બનાવની મળતી માહિતી મુજબ મોરબીના રાજપર રોડ પર આવેલ ધરમનગર સોસાયટીમાં સતત બીજા દિવસે એક ઘરમાં ચોરી કરવાની કોશિશ કરવામાં આવી છે. જો કે તસ્કરો દ્વારા એક અઠવાડિયામાં ચોરીનો આ ત્રીજો પ્રયાસ છે. જે પ્રયાસ નિશાળ રહ્યો હતો. ગઈકાલે તા. 26ના રોજ ધરમનગર સોસાયટીમાં રહેતો પરિવાર અમદાવાદ ખાતે પ્રસંગમાં ગયો હતો. બાદમાં તસ્કરોએ તેના ઘરમાં પ્રવેશ કરીને તાળું તોડીને કબાટ સહિતની વસ્તુમાં હાથફેરો કર્યો હતો પરંતુ તસ્કરોને કઈ હાથ લાગ્યું નહતું. તેમજ તસ્કરો અન્ય ઘરમાં હાથફેરો કરવા જતા આસપાસના લોકો જાગી ગયા હતા. જેથી, તસ્કરો નાશી ગયા હતા. હાલ શિયાળામાં રાત્રી દરમિયાન ઘોર નિંદ્રામાં હોવાથી ચોરીના બનાવોની સંભાવના વધી જાય છે. આ બનાવ બાદ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. તેમજ પોલીસની કામગીરી સામે રહીશો સવાલ ઉઠાવી રહેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide