મોરબી : મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીગ્નેશભાઇ પંડયા અને જગદીશભાઇ બાંભણીયાએ મોરબીના તમામ રોડની દયનીય સ્થિતી અંગે જિલ્લા કલેક્ટર તથા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરેલ છે.
આ રજૂઆત અનુસાર મોરબીના વિસ્તારમાં તમામ રોડ પર ખાડા-ખબડા પડી ગયા છે. ખાસ કરીને મોરબીના રવાપર રોડ, ગાંધી ચોક, જનાના હોસ્પિટલ રોડ, વિજય ટોકીઝનો વળાંક, નગર દરવાજા રોડ, નગર દરવાજાના ચોકમાં મોટા મોટા ખાડા પડી ગયા છે. નાસ્તા ગલી, વાવડી રોડ, જે હાલે આશરે 6 મહિનાથી ખોદીને મુકી દીધેલ છે. સ્કુલો શરૂ થશે તો રોડ ઉપર બાળકોને સ્કૂલે જવા માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. કારણ કે રોડ પર ખોદકામ થવાથી ખાડા 2 થી 3 ફુટ ઉંડા ખાડા થઇ ગયા છે. તો તાત્કાલીક ધોરણે વાવડી રોડનું કામ શરૂ કરવુ જોઈએ. તેમજ વાવડી રોડ પુરો થતા માધાપરના નાકા પાસે આવેલા જબરજસ્ત મોટુ નાલુ જે હાલમાં ખુલ્લું છે, તે ચોમાસામાં પાણી ભરાવાથી માણસો કે વાહનવાળા કે સ્કૂલે જતા છાત્રો નાલા અંદર પડી જવાની ભીતી છે. તેમજ નગર દરવાજાથી આગળ જતા વાંદરી વાળી શેરી, રાંઢવા વાળી શેરીમાં મોટા મોટા ખાડા પડી ગયા છે તેને તાત્કાલીક સમારકામ કરવું પડશે. ત્યાં મોટર સાયકલ ચાલકો કે રાહદારીઓ પડી જાય છે. કપચી નાખીને આ ખાડાઓનું બુરાણ તાત્કાલીક કરવા વિનંતી કરેલ છે. આવા કોઇપણ અકસ્માત થશે તો તેની જવાબદાર શું મોરબી નગરપાલીકા લેશે, એમ રાજુભાઇ સામાજીક કાર્યકરની યાદી જણાવેલ છે.
ધુમાં, વાવડી રોડ ઉપર હાલ રોડ તોડી નાખ્યો છે અને 50% થી પણ વધુ સ્ટ્રીટ લાઈટ બંધ છે. જે તાત્કાલીક ચાલુ કરવા વિનંતી કરેલ છે. કરવા સુરજ બાગની પાછળનો ભાગ, નગરપાલીકા, શ્રધ્ધા એપાર્ટમેન્ટ સામે, આવા તમામ રોડની હાલત અત્યંત દયનીય થઈ ગયેલ છે અને ઠેર-ઠેર ખાડા-ખબડા પડી ગયા છે. તંત્રને આવા રસ્તા દેખાતા નથી અને ગ્રાન્ટો આવ્યા છતા પણ કામગીરી કરાતી નથી. તો પ્રજા પાસે તો આ રોડના સમારકામ માટેનો ટેકસ અંગે પણ કાયદેસર રૂપિયા ઉઘરાવવામાં આવે છે છતા પણ કામગીરી થતી નથી. તો આ અંગે 15 દિવસમાં આવા રોડની કામગીરી કરવામાં નહીં આવે તો પ્રજાને સાથે રાખીને મોરબી નગરપાલીકાને તાળાબંધી કરવામાં આવશે, તેમ રજૂઆતમાં ચીમકી આપેલ છે. મોરબીને એક સમયે પેરીસ ગણાતુ હતું. અત્યારે તંત્ર સાવ ખાડામાં પડેલ છે અને મોરબી જીલ્લો બન્યાને 6 વર્ષ થઇ ગયા છતા પણ હજુ સુધી એક પણ રોડ સારો બન્યો નથી. તંત્રની ઘોર બેદરકારીથી આવા દ્રશ્યો નજર પડે છે.
મોરબીના સરકારી હોસ્પીટલથી રવાપર રોડ આખો રોડ જર્જરિત થઇ ગયો છે. તેમજ એક તરફ રાત્રીના સમયે લાઇટો પણ નથી. તો એક તરફ રોડમાં ખાડા હોય છે. જેથી, માણસોને અકસ્માત થવાનો ભય રહે છે. રવાપર રોડ પરના વિસ્તારમાં થાંભલા પરની લાઇટો પણ ગુમ થયેલ છે. ઉપરાંત, મોરબીના રોનક એવા પાડા પુલ (નવા પુલ) પર પણ લાઇટો ગુમ થઇ ગયેલ છે. જે અંગે અગાઉ પણ જાણ કરેલ હતી તેમ છતાં હજુ સુધી કોઇ કામગીરી થઇ નથી તો આમાં તંત્રની ઘોર બેદરકારી નજરે પડે છે તે અમાં તંત્ર પણ પગલા કેમ લેતુ નથી. જયારે આવા સામાજીક કાર્યકર રજુઆત કરે ત્યારે જ પગલા લેવામાં આવશે? તંત્ર કે અધીકારીઓને આવા કામો યાદ આવતા નથી? પ્રજાનો સેવક જ પ્રજાનો ભક્ષક બને તો કોને કહેવાનું રહ્યું? આવા રાજકારણના હિસાબે જ કંઇ કામો થતા નથી તો કયારે આવા રાજકરણીઓ પ્રજાને ભોળવીને પોતાના ઘર ભરે છે તેનો નિવેડો કયારે આવશે? એવા પ્રજાના પ્રશ્નો રજુઆતમાં ઉઠાવ્યા છે. તેમજ મોરબીમાં મોટું રાજકારણ ઘરી ગયુ છે. તેથી, મોરબીમાં કોઇપણ વિકાસના કામો થતા નથી. જે તાત્કાલીક શરૂ કરાવવા સામાજીક કાર્યકરની રજુઆત છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide