કોરોના સંક્રમણ અટકાવવા ગ્રામ પંચાયત દ્વારા તાકીદની બેઠક બોલાવાઇ
મોરબી : હાલ મોરબી શહેર જિલ્લામાં છેલ્લા 15 દિવસથી કોરોના વાયરસ માથું ઉંચકી રહ્યો છે. તેવામાં બગથળા ગામે છેલ્લા ત્રણ દિવસમાં 50 પોઝિટિવ કેસ ભાર આવતા નાના એવા ગામમાં સોપો પડી ગયો છે અને આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા ગ્રામ પંચાયત દ્વારા આજે તમામ દુકાનદાર અને ગ્રામજનો માટે અગત્યની બેઠક યોજવામાં આવી છે.
ગ્રામ પંચાયત બગથળાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ગામે છેલ્લા ત્રણ દિવસમાં કોરોના વાયરસના અંદાજે 50 જેટલા પોઝીટિવ કેસ આવેલ છે. જે અતિ ગંભીર બાબત છે. જેનાથી આપ માહિતગાર હશો જ, આપના વેપાર ધંધા સીધી વ્યકિતના સંપર્કમાં આવવાનો હોય આવા કપરા સમયમાં આ કોરોના વાયરસને ગામમા ફેલાતો અટકાવવા આયોજન કરવા માટે ગામના તમામ દુકાનદાર ભાઇઓને ભેગા કરી આ કપરી પરિસ્થિતિને નિવારવા માટેની એક બેઠકનું આયોજન આજરોજ તા.25ને સાંજે 06:૦૦ વાગ્યે બગથળા ગ્રામ પંચાયત કચેરીએ રાખેલ છે. જેમાં હાજર રહેવા તમામ ધંધાર્થીઓને અનુરોધ પણ કરાયો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide