મોરબીના બેઠાપુલ ઉપર ભર શિયાળે ચોમાસુ ! પાણીનો બગાડ

0
155
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીના બેઠાપુલ પાસે પાણીની લાઈનમાં લીકેજ થતા એર વાલ્વમાંથી પાણીનો ધોધ વછૂટ્યો હતો અને ભર શિયાળે ચોમાસા જેવા માહોલમાં આસપાસમાં પાણીના તલાવડા ભરાયા હતા. આ અંગેની જાણ થતાં પાલિકા તંત્ર દ્વારા રીપેરીંગ હાથ ધરવામાં આવ્યું છે.

મોરબીના સામાકાંઠાને જોડતા મચ્છુ નદીના બેઠાપુલ ઉપર પસાર થતી પાણીની લાઇનમાં ભંગાણ થતા એર વાલ્વમાંથી પાણીના ફુવારા ઉડયા હતા. પાણીનો જોરદાર ધોધ વછૂટતા વગર ચોમાસે આ વિસ્તાર પાણી -પાણી થઈ ગયો હતો અને આસપાસમાં પાણીના તલાવડા ભરાયા હતા. આ અંગે મોરબી નગરપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ કેસરબાગ નજીક બ્રિજનું કામ ચાલુ હોય તેના લીધે પાણીની લાઈનમાં લીકેજ થયું હોવાથી તાત્કાલિક ધોરણે પાલિકાની ટીમ દ્વારા આ લીકેજ લાઈનનું રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/