મોરબીના ભક્તિનગર સર્કલે ઓવરબ્રિજના કામથી ઓફીસ-દુકાનોમાં નુકશાનની ફરિયાદ

0
156
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબીના ભક્તિનગર સર્કલ ખાતે ઓવરબ્રિજ કામ ચાલી રહ્યું હોય જેના પગલે આસપાસની ઓફીસ અને દુકાનમાં નુકશાન થતું હોવાની ફરિયાદો ઉઠી છે જે મામલે માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે

મોરબીના ભક્તિનગર સર્કલ નજીક ઓફીસ અને દુકાન ધરાવનાર વેપારીઓએ માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરી જણાવ્યું છે કે ભક્તિનગર સર્કલ પર ઓવરબ્રિજ કામ નવેમ્બર ૨૦૧૯ થી ચાલી રહ્યું છે જે કામ ધીમી ગતિએ થતું હોય વારંવાર ઓફીસ અને દુકાનની મિલકતમાં નુકશાન થાય છે સર્વિસ રોડની હાલત ખરાબ છે વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે તેમજ અહી દુકાન અને ઓફિસની મિલકતમાં નુકશાન થતું રહે છે જે અંગે વારંવાર કોન્ટ્રાકટરને ફરિયાદ કરવા છતાં કોઈ પગલા લેવાયા નથી જેથી સમસ્યાના યોગ્ય ઉકેલ માટેની માંગ કરવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/