મોરબીના ભક્તિનગર સર્કલે ઓવરબ્રિજ ઉપરથી ટેન્કર નીચે ખાબકયું

0
177
/
ટેન્કર ચાલકને ઇજા, ઢંગધડા વગરના ઓવરબ્રિજના કામને લીધે ટેન્કર નીચે પટકાયું, સિંગલ પટ્ટીનો રોડ હોવાથી 3 થી 4 કિમિ વાહનોના થપ્પા, અંતે ક્રેઇનની મદદથી ટેન્કરને હટાવી ટ્રાફિક ક્લિયર કરવાયો

મોરબી : હાલ મોરબી રાજકોટ હાઇવેને ફોરેલન કરવાની અણઘડ કામગીરી અને મોરબી નજીક આવેલા ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજની ધમીગતીએ ચાલતી કામગીરી વચ્ચે આજે ભક્તિનગર સર્કલે ઓવરબ્રિજ ઉપરથી ટેન્કર નીચે ખાબકયું હતું. આ ઘટનામાં ટેન્કર ચાલકને ઇજા થઇ હતી. સિંગલ પટ્ટીનો રોડ હોવાથી 3 થી 4 કિમિ વાહનોના થપ્પા લાગી ગયા હતા. અંતે ક્રેઇનની મદદથી ટેન્કરને હટાવી ટ્રાફિક ક્લિયર કરવાયો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી રાજકોટ હાઇવેને ફોરલેન બનાવવાની ઘણા સમયથી ચાલી રહી છે. પણ આ કામગીરી અણઘડ રીતે થતી હોવાથી અકસ્માતની વણઝાર થઈ રહી છે. તેમાંય મોરબી રાજકોટ હાઇવેને ફોરલેન બનાવવાની કામગીરી દરમિયાન મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પણ ઢંગધડા વગરની થઈ રહી હોય આજે અકસ્માતની ઘટના બની હતી જેમાં ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજ ઉપર એક પાણીનું ટેન્કર નીચે પલ્ટી મારી ગયું હતું.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/