મોરબીના બ્રાહ્મણી-૨ ડેમમાં પીવાના પાણી માટે જથ્થો અનામત રાખવા જાહેરનામુ પ્રસિદ્ધ

0
108
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : આજના સંજોગો જોતા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પીવાના પાણીની સંભવિત અછતની પરિસ્થિતિને ધ્યાને લઇ મોરબી જિલ્લામાં આવેલ બ્રાહ્મણી-૨ જળાશયમાં પાણી ચોરી થતી અટકાવવા માટે નિરોધાત્મક કે અટકાયતી પગલા લેવા માટે મોરબી જિલ્લા કલેકટર જે.બી. પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો અમલ ૨૪ જુન સુધી રહેશે.

જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે જિલ્લાના બ્રાહ્મણી-૨ મુખ્ય જળાશયોમાંથી પીવાના પાણીની બલ્ક પાઇપલાઇન/પીવાના પાણીની વિતરણ પાઇપલાઇનમાંથી કોઇ વ્યકિત કે સંસ્થાએ બિનઅધિકૃત રીતે ઇલેકટ્રીક મોટર/પમ્પ સેટ દ્વારા/ટેન્કર દ્વારા/બકનળીઓ દ્વારા/અન્ય કોઇ સાધનો દ્વારા પાણી ચોરી કરવી નહિ કે કરાવવી નહિ તેમજ કેનાલ/પાઇપલાઇન તોડી પાણી ચોરી કરવી નહિ કે કરાવવી નહિ. જિલ્લાના બ્રાહ્મણી-૨ મુખ્ય જળાશયના નિયત હદથી ૫૦૦ મીટર ત્રિજયામાં નવા બોર કરવા નહિ કે કરાવવા દેવા નહિ તેમજ બિનઅધિકૃત રીતે નવા ડીપવેલ, સબમર્શીબલ પંપ મુકવા નહિ કે કોઇપણ રીતે જમીનમાંથી પાણી ખેચવુ નહિ અને જળાશયોમાંથી પસાર થતી પાણી માટેની પાઇપલાઇન તથા કેનાલો સાથે ચેંડા કરવા નહિ કે પાઇપલાઇન તોડવી નહિ.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/