મોરબીના ત્રાજપર ચાર રસ્તે અને જેતપર રોડ ઉપર ટ્રાફિક જામ, અનેક વાહનો ફસાયા

0
64
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
ટ્રાફિક જામની કાયમી સમસ્યાના ઉકેલ માટે નક્કર કાર્યવાહીની તાતી જરૂરિયાત

મોરબી : આજે મોરબીના સીરામીક ઝોન ગણાતા જેતપર રોડ ઉપર આજે ફરી ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ટ્રાફિક જામને પગલે બન્ને બાજુએ વાહનોની મસમોટી લાઈનો લાગી ગઈ હતી અને વાહન વ્યવહાર એકદમ કાચબા ગતિએ ચાલતા અનેક વાહન ચાલકો મુશ્કેલી મુકાયા હતા. કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા સંખ્યાબંધ વાહનચાલકો રીતસરના ફસાયા હતા અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

સીરામીક ઝોન જેતપર રોડ ઉપર અસામાન્ય વાહનોનો ઘસારો રહે છે. જેતપર રોડ આજુબાજુમાં અનેક સીરામીક ફેકટરીઓ આવેલી છે. તેથી, આ રોડ સતત ટ્રાફીકથી ધમધમતો રહે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સીરામીક ઝોનને ટ્રાફિક જામની સમસ્યાનું ગ્રહણ લાગ્યું છે. ઘણા સમયથી જેતપર રોડ ઉપર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. જો કે હમણાંથી તો ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી બની ગઈ છે. આથી, સીરામીક ફેકટરીઓમાં આવતા મજૂરો, કર્મચારીઓ અને ઉધોગકારોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી, આ સીરામીક ઝોનમાં ટ્રાફિકજામની કાયમી સમસ્યાના ઉકેલ માટે નક્કર કાર્યવાહીની તાતી જરૂરિયાત ઉભી થયેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)
(ત્રાજપર ચાર રસ્તા)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/