મોરબીના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ બાયપાસ પાસે ઉભરાતી ગટરની સઘન સફાઈ કરાવી

0
38
/

મોરબી : મોરબીના બાયપાસ વિસ્તારમા પાણી ફરી વળ્યાં હતા.ઘણા સમયથી આ સોસાયટીઓમાં ગટર ઉભરાતી હીવથી ગંદકીનો વિકટ પ્રશ્ન બન્યો હતો અને ઘરોમાં પણ ગટરના પાણી ઘુસી જતા રોગચાળાની દહેશત ઉભી થઇ હતી.

મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ આ ઘણા સમયથી ઉભરાતી ગટરની ગંદકીનો પ્રશ્ન હલ કરવા માટે કમર કસી છે.ચીફ ઓફિસરે સફાઈના સ્ટાફ પાસે આજે આ વર્ષો જૂની ગટરની સઘન સફાઈ કરાવી હતી.આ સ્થળે યુદ્ધના ધોરણે ભૂગર્ભ ગટરની સફાઈ કરવાની કામગીરી હાથ ધરી હતી અને ભૂગર્ભ ગટરની કુંડીની સફાઈ દરમિયાન કાંક્રેટ સહિતનો કદડો ,તેમજ પ્લાસ્ટિકનો કચરો નીકળ્યો હતો. આથી ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ હોવાનું જાણવા મળેલ છે.

ભૂગર્ભ ગટરની સફાઈ અંગે મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે , મોરબી બાયપાસ ઉપર ભૂગર્ભ ગટરની વધુ કુંડીઓ છે.જેમાં ગોકુલનગરથી પંચાસર રોડ પંમ્પીગ સ્ટેશન સુધીમાં ભૂગર્ભ ગટરની કુંડીઓ આવેલી છે.આ તમામ કુંડીઓની યીગ્ય સફાઈ કરવામાં આવશે અને ગઈકાલથી આ સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને ગટરનું પ્રશ્ન હલ કરવા નક્કર કાર્યવાહી કરાશે તેમ તેમણે જણાવેલ હતું.

તસ્વીર : રાધેશ બુધ્ધભટ્ટી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/