બેન્ક તેમજ અન્ય સંસ્થાઓમાં રૂ. 5.68 કરોડની થાપણ છે
મોરબી : હાલ કોંગી ઉમેદવાર જયંતિ પટેલ કરોડોપતિ છે. તેઓએ ભરેલા ઉમેદવારી ફોર્મમાં પોતાની જંગમ મિલ્કત રૂ. 6.72 કરોડની તેમજ સ્થાવર મિલકત રૂ. 50.85 લાખની દર્શાવી છે. તેઓના પત્ની ઉષાબેનના નામે જંગમ મિલકત રૂ. 1.67 કરોડની તેમજ હિન્દૂ અવિભક્ત કુટુંબના નામે જંગમ મિલકત 2.01 કરોડની છે. વર્ષ 2019-20ના વર્ષમાં જયંતીભાઈની આવક રૂ. 99.50 લાખ, તેઓના પત્નીની રૂ. 26.80 લાખ અને હિન્દૂ અવિભક્ત કુટુંબની રૂ. 33.59 લાખ રહી હતી. તેઓ પાસે હાથ પરની રોકડ માત્ર રૂ. 19,012 તેમની પત્ની પાસે રૂ.1.17 લાખ છે.
તેઓની બેન્કની તેમજ અન્ય સંસ્થાઓની થાપણો રૂ. 5.68 કરોડ તેમજ પત્નીની રૂ.2.32 કરોડ છે. સન ગ્લોઝ સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં તેઓ રૂ. 3.61 કરોડનું રોકાણ ધરાવે છે. તેઓએ ઇમ્પીરિયમ સિરામિક પ્રા.લી.ને રૂ. 75 લાખની લોન આપી છે. તેઓ રૂ.16.50 લાખની એક કાર ધરાવે છે. રૂ. 1.50 લાખની કિંમતનું 75 ગ્રામ સોનુ ધરાવે છે. તેઓની પત્ની પણ રૂ. 2.50 લાખની કિંમતનું 300 ગ્રામ સોનુ ધરાવે છે. સાથે તેઓને અંદાજે 2 હેકટર જેટલી ખેતીની વારસાગત જમીન પણ છે. તેઓને રાજકોટમાં એક ફ્લેટ તેમજ જોધપરમાં એક અને મોરબીમાં બે મકાન પણ છે. તેઓ ઉપર રૂ. 1.40 કરોડની લોનની જવાબદારી પણ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide