મોરબીના ધરમપુર ગામે ગૌચરમાં દબાણ મામલે મળેલી ફરિયાદ બાદ તપાસ ચલાવતા દબાણો મામલે કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી હોય છતાં કોઈ કાર્યવાહી ના કરાતા ડીડીઓ દ્વારા સરપંચ અને સાત સભ્યોને હોદા પરથી દુર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે
બનાવની મળતી માહિતી મુજબ ભરતભાઈ માવજીભાઈ માકસણા રહે ધરમપુર વાળાએ રજૂઆત કરી હતી કે ધરમપુર ગ્રામ પંચાયતમાં ગૌચર જમીનમાં દબાણ હોય જે અંગે ટીડીઓએ તપાસ કરતા દબાણો માલૂમ પડ્યા હતા ગુજરાત પંચાયત ધારા ૧૯૯૩ ની કલમ ૧૦૫ મુજબ જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ પર નડતર અને દબાણ દુર કરવાના અધિકાર ગ્રામ પંચાયતને આપેલ હોય તેમ છત ધરમપુર ગ્રામ પંચાયતની સામાન્ય સભાના ૧૪-૦૩-૧૭ નો ઠરાવ નં ૦૪ તેમજ તારીખ ૨૬-૦૪-૧૭ ના ઠરાવ નં ૦૩ થી ગૌચર જમીનમાં કરેલ દબાણ દુર કરવા બાબતે અસમર્થ હોવાનો ઠરાવ કર્યો હતો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide