અવરજવર માટે સિંગલ પટ્ટીનો માર્ગ જ બચ્યો
મોરબી : મોરબીના પ્રવેશદ્વાર સમા ઉમિયા સર્કલ પાસેના માર્ગને ખોદી નાખવામાં આવ્યો છે. રોડ બનાવવા માટે આ રોડને બન્ને તરફ ખોદી નંખાતા અવરજવર માટે સિંગલ પટ્ટીનો માર્ગ જ બચ્યો છે. જેથી, ભારે વાહન ઘસારાથી આ સિંગલ પટ્ટીના માર્ગ ઉપર અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. એકંદરે વાહનચાલકોને અહીંથી અવરજવર કરવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે.
મોરબી આર.એન.બી.વિભાગ દ્વારા મોરબીના પ્રવેશદ્વાર ગણાતા ઉમિયા સર્કલ પાસે રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રોડ બનાવવા માટે ઉમિયા સર્કલથી બાયપાસ તરફના રોડની એક સાઈડની ખોદી નાખવામાં આવી હતી. તેમજ બીજી તરફ પણ રોડની સાઈડ ખોદી નાખવામાં આવી છે. અને રોડ બનાવવાનું કામ ચાલુ છે. પણ બન્ને તરફનો રોડ ખોદી નંખાતા અવરજવર માટે એકમાત્ર સાકંડો સિંગલ પટ્ટીનો માર્ગ જ બચ્યો છે. આ મેઈન રોડ છે. જે રાજકોટ તરફથી બાયપાસથી મોરબી શહેરમાં એન્ટર થવાનો માર્ગ છે. આથી, આ માર્ગ ઉપર 24 કલાક પુષ્કળ પ્રમાણમાં વાહનનો ઘસારો રહે છે. અહિયાં આજુબાજુમાં અનેક રહેણાંક વિસ્તારો આવેલા છે. આથી, આ માર્ગ વાહનોથી સતત ધમધમતો રહે છે. ત્યારે હવે સિંગલ પટ્ટીનો માર્ગ થઈ જતા વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડે છે અને અકસ્માતો પણ સર્જાઈ છે. તેથી, જવાબદાર તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide