મોરબીના ઘુંટુ ગામે ગઈકાલે થયેલ વૃદ્ધની હત્યા પ્રકરણમાં શકમંદ મુના મેર સામે પોલીસ ફરિયાદ

0
416
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં ગઈકાલે થયેલ ખેડુત વૃદ્ધની હત્યા પ્રકરણમાં શકમંદ મુના મેર સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મૃતકના પુત્રની ફરિયાદને પગલે પોલીસે શકમંદ સુધી પહોંચવા કવાયત આદરી છે.

આ કેસની વિગત મુજબ ઘુંટુ ગામની સીમમાં ધર્મ ગોલ્ડ પ્લોટીંગની ફોલ્ડીંગ દિવાલ પાછળ આવેલ ખેતરમાં ધરમશીભાઈ પુંજાભાઈ પરેચા નામના વૃદ્ધની હત્યા નિપજાવવમાં આવી હતી. વૃદ્ધ પોતાની વાડીએ ખેતી કામ કરતા હતા. આ દરમિયાન અજાણ્યાં ઈસમોએ વૃદ્ધને મફલર વડે ગળેટુંપો દઈ હત્યાને અંજામ આપ્યો હતો. આ પ્રકરણમાં મૃતક ધરમશીભાઈના પુત્ર અશોકભાઇ પરેચાએ તે જ ગામર રહેતા શકદાર મુન્નાભાઇ સોમાભાઇ મેર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/