મોરબી: ગુંગણ ગામના યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પ યોજાશે

0
83
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ માતાના મઢ જતા પદયાત્રીકોને રહેવા-જમવાની સુવિધા મળી રહે તે માટે મોરબીના ગુંગણ ગામના યુવા ગ્રુપ દ્વારા માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુંગણ યુવા ગૃપ દ્વારા છેલ્લા 15 વર્ષથી પદયાત્રીકોના સેવાર્થે કેમ્પ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આજથી શરૂ કરી એટલે કે તારીખ 3ઓક્ટોબર થી 11ઓક્ટોબર સુધી કચ્છના માતાના મઢ જતા પદયાત્રીકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુવાનો દ્વારા માળિયા હાઇવે પર (અમરનગર) ના પાટિયા પાસે માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં પદયાત્રીકોને 24 કલાક રહેવા-જમવા, ચા પાણી,નાસ્તો અને મેડિકલની સુવિધા પૂરી પાડવામાં આવશે. આથી દિગુભા જાડેજા-૯૭૧૪૫ ૩૦૫૧૧-દેવેન્દ્રસિંહ જાડેજા- ૯૬૨૪૫૧૮૪૪૬, કુલદીપસિંહ જાડેજા ૭૯૮૪૪૪૧૪૩૭ પર સંપર્ક કરવા પણ યાદીમાં જણાવાયું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/