મોરબીના હેપ્પી રીટાયર્ડ ગ્રુપ દ્વારા જલારામ મંદિરના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજાઈ ગયો

0
102
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મોરબી હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા મહાપ્રસાદ યોજાયો હતો.લોકોને જમાડી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી હતી.હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા મહાપ્રસાદ યોજી લોકોને જમાડવા બદલ જલારામ મંદિરના અગ્રણીઓએ આભાર વ્યક્ત કર્યો હતો

.વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે.ત્યારે મોરબી હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સેવાકાર્યમાં સહયોગ આપવામાં આવ્યો હતો. મોહનથાળ,ગાંઠીયા,રોટલી,દાળ,ભાત,શાક,છાશ સહીતની વાનગીઓ ઉપસ્થિત અગ્રણીઓએ પોતાના હસ્તે પિરસી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી હતી.આ તકે મોરબી હેપ્પી રીટાયર્ડ ગૃપના હંસરાજભાઈ કૈલા,મહેશભાઈ ઠાકર,મગનભાઈ રાઠોડ,રમેશભાઈ સાદરીયા,નિમેષભાઈ અંતાણી,અશોકભાઈ મહેતા,ભરતભાઈ પંડ્યા,દીલીપભાઈ સાદરીયા સહીત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાના સેવાયજ્ઞમાં મળેલ સહયોગ બદલ મોરબી જલારામ મંદિરના ગીરીશભાઈ ઘેલાણી સહીતના અગ્રણીઓએ આભાર માન્યો હતો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/