[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આજરોજ ગીતા જયંતિ હોય મોરબી હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર મોરબી ઇસ્કોનના ભક્તો દ્વારા વિનામૂલ્યે 1 લાખ શ્રીમદ ભગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવેલ હતું
આજે શ્રીમદ્ ભગવત ગીતાનો પ્રાગટ્ય દિવસ હોવાથી મોરબી હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર મોરબી ઇસ્કોનના ભક્તો દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાનું વિતરણ થયેલું હતું જેની અંદર મોરબીના બધા જ ભક્તોએ લાભ લીધો હતો અને ખૂબ જ સારી રીતે ભગવદગીતા નો પ્રચાર કર્યો અને ભગવદગીતા નું વિતરણ પણ કરવામાં આવેલું હતું તો આ ભગવદ ગીતા નું નિત્ય શ્રવણ કરવા માટે તમે ભગવદગીતા એનું જે સત્સંગ કેન્દ્ર ઇસ્કોન હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર જે મોરબીમાં મોર્ડન હોલ ખાતે ચાલે છે આપણે ભક્તિનગર સર્કલ મોડર્ન હોલમાં આ સત્સંગ કેન્દ્ર ચાલે છે જેની અંદર દર બુધવારે એટલે કે 7:30 થી 8:30 સુધી ભગવત ગીતાનું પ્રવચન હોય છે ત્યારબાદ ત્યાં પધારેલા બધા જ ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા હોય છે તો બધા જ ભક્તોને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે કે સત્સંગ કેન્દ્રમાં પધારે અને ભગવદગીતાના દિવ્ય જ્ઞાનને ગ્રહણ કરે તો આ સત્સંગ શેડ્યૂલ જેમાં છ વાગેથી કાર્યક્રમ ચાલુ થાય છે 7:00 વાગે ભગવદગીતા ભગવાનની આરતી હોય છે 7:00 થી 7:30 કલાક કૃષ્ણ ભગવાનની આરતી હોય છે 7:30 થી 8:30 વાગ્યા સુધી એ ભગવદગીતા ઉપર પ્રવચન હોય છે અને ત્યાર પછી પધારેલા બધા જ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા હોય છે તો મોરબીની સર્વે ધર્મ પ્રેમી જનતાને ખાસ ભાવભર્યુ આમંત્રણ છે કે સત્સંગની અંદર આવી અને પરિવાર સાથે પધારી અને ભગવત ગીતાના દિવ્ય જ્ઞાનને પ્રાપ્ત કરે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide