મોરબીમાં આજુબાજુના શોપિંગ તેમજ ખાણી-પીણીના ધંધાર્થીઓ અને પાલિકાના સફાઈ કર્મીઓ કચરો ઠાલવતા હોવાથી ભારે ગંદકી ફેલાય
મોરબી : હાલ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ છાત્રાલય મેઈન રોડ ઉપર કચરાના ગંજ ખડકાયા છે. જેમાં આજુબાજુના શોપિંગ તેમજ ખાણી-પીણીના ધંધાર્થીઓ અને પાલિકાના સફાઈ કર્મીઓ કચરો ઠાલવતા હોવાથી ભારે ગંદકી ફેલાય છે. જો કે કચરો ઉપાડવાની જેની જવાબદારી હોય છે તેવા સફાઈ કર્મીઓ જ કચરો ઠાલવતા હોય વાડ જ ચિભડા ગળે તેવી ઉક્તિ સાર્થક થઈ છે.
મોરબીના હાર્દસમાં મેઈન રોડ વાળો છાત્રાલય રોડ, નવા બસસ્ટેન્ડ પાછળનો વિસ્તાર કે જ્યાં ચોવીસે કલાક વાહનોનો આવરો જાવરો રહેતો હોય અને સ્કૂલ, કોલેજોના વિદ્યાર્થીઓ આવતા જતા હોય ત્યાં સુપરમાર્કેટની બાજુમાં અને બરોબર નવા બસ્ટેન્ડની પાછળ મેઈન રોડ પર કચરાના ગંજ ખડકાયા છે. અને આ અંગે ફરિયાદ કરવા છતાં સોસાયટીના રહીશો દ્વારા થોડો થોડો તો કચરો થાય જ છે. પરંતુ ત્યાં આજુબાજુના શોપિંગ સેન્ટરવાળા અને ખાણીપીણી વાળાને ત્યાં તેમજ તે એરિયામાં આવતા સફાઈકર્મીઓ દ્વારા બહુજ મોટા કોથળા અને મોટી મોટી કચરાડોલ દ્વારા તેઓને આજુબાજુના દુકાનવાળા અને રહીશો દ્વારા ના પાડવા છતાં અને ત્યાં ટ્રેકટર કે બીજા મ્યુનિસિપલ ની કચરાની ગાડી આવતી હોય તો પણ સફાઈકર્મી ઓ મેઈન રોડ ઉપર જ બધાનો કચરો ઠાલવે છે, તેથી રોગચાળો વધુ ફેંકાય તેવી ભીતિ છે. જેમાં ડેન્ગ્યુ અને મેલરીયા જેવા રોગના વધુ વકરે તેવી દહેશત છે. આથી સ્થાનિક જાગૃત નાગરિકે આ બાબતે તંત્ર સમક્ષ યોગ્ય પગલા લેવાની માંગ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide