મોરબી : હાલ મોરબીના જેતપર રોડ પર એક મોટો અકસ્માત થતાં ટળ્યો છે. મોરબીના જેતપર રોડ પર પાવડીયારી બ્લુઝોન પાસે વરસાદના કારણે ભારે કીચડ થઈ ગયો છે.
જેના કારણે આજે ત્યાંથી પસાર થઈ રહેલી એક એસટી બસ અને ટ્રક કીચડમાં ફસાયા હતા અને બન્ને વાહનો થોડા ટકરાયા હતા. જો કે કોઈ જાનહાનિ થઈ નહતી. વરસાદ થતાં રોડ પર થયેલા કીચડના કારણે આ રોડ પરથી પસાર થઈ રહેલા અન્ય વાહનો પણ સ્લીપ થવાના અને ફસાવાના બનાવ બની રહ્યા છે. ત્યારે વાહનચાલકો અને લોકો આ રોડનું કામ ઝડપથી પૂર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide