મોરબીના જેતપર રોડ ઉપર સીએનજી રીક્ષા હડફેટે બાઈક ચાલકનું મૃત્યુની ઘટના

0
62
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ મોરબીના જેતપર રોડ ઉપર સીએનજી રીક્ષા ચાલકે બાઈક સવાર યુવાનને હડફેટે લેતા બાઈક સવાર યુવાનનું મૃત્યુ નિપજતા અકસ્માત સર્જી નાસી ગયેલા રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં મૃતક યુવાનના પિતા ભૈયાલાલભાઇ બોધનભાઇ તિવારી, રહે-ગામ-ઓરેઇ તા.જી ફતેહપુર થાના-થરીયાવ રાજય-ઉતરપ્રદેશ વાળાએ સી.એન.જી.રીક્ષા રજી.જી.જે.36.યુ.4964 નો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.12 માર્ચના રોજ તેમનો પુત્ર સતેન્દ્રભાઇ પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે ઉક્ત રીક્ષા ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલ સીએનજી રીક્ષા ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯,૩૦૪(એ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/