મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ નબળા રોડના કારણે ફરી અકસ્માત સર્જાયો !

0
21
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીમાં જુના બસ સ્ટેન્ડ પાછળ રોડની કડ છેલ્લા ઘણા સમયથી જોખમી બની છે. તેને પાલિકાએ રીપેર ન કરતા આજે એક રિક્ષાને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે.

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ નવા ડેલા રોડથી અયોઘ્યાપુરી રોડ જવાય છે ત્યાં બે રોડ વચ્ચે મોટી કડ થઈ ગઈ હોય જે અગાઉ પણ વરસાદને કારણે પાણી ભરાતા દેખાતી ન હોવાથી અનેક વાહનચાલકોના વાહન અહીં ફસાયા હતા. ઉપરાંત અનેક લોકો અહીં પડ્યા પણ હતા. તેમ છતાં પાલિકાએ આ કડનું રીપેરીંગ ન કરતા આજે એક રીક્ષા અહીં પલટી મારી ગઈ હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/