અમદાવાદમાં સારવારમાં રહેલા કોરોના ગ્રસ્ત વૃદ્ધને કોરોનામાંથી અન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા : 14 દિવસ પુરા થતા 31 લોકોને ક્વોરન્ટાઇન મુક્ત કરાયા
મોરબી : મોરબીના કાંતિનગર વિસ્તારના વૃદ્ધને હૃદય રોગની બીમારી હોય અગાઉ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. હાલ આ વૃદ્ધ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે તેમને કોરોના વોર્ડમાંથી અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે કે કેમ તે અંગે વિગતી જાણવા મળી નથી. જ્યારે આ વૃદ્ધને કારોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તંત્ર દ્વારા કાંતિનગર વિસ્તારના 9 મકાનોને કન્ટેન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
કાંતિનગરમાં કન્ટેન્ટમેન્ટ ઝોનના આજે 14 દિવસ પુરા થતા ગ્રામ્ય મામલતદાર જાડેજા, બી ડિવિઝન પીઆઇ આઈ. એમ. કોઢિયા, પાલિકા પ્રમુખ કેતન વિલપરા સહિતનાએ ત્યાં દોડી જઈને આ વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કાંતિનગરના 9 મકાનોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી હતી અને 31 જેટલા લોકોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ મેળવી હતી. જ્યારે અન્ય સંલગ્ન બીજા બે મકાનોમાં 9 જેટલા લોકો હોમ ક્વોરન્ટાઇન હતા. તેને હોમ ક્વોરન્ટાઇનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત થયેલા લોકોનું તંત્ર દ્વારા તાલીના ગડગડાટથી અભિવાંદન કરવામાં આવ્યું હતું. જોકે આ લોકોએ અગાઉ કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવાની તંત્ર સમક્ષ રજૂઆત કતી હતી. પરંતુ નિયમ પ્રમાણે 14 દિવસ પછી કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવાની કાર્યવાહી થતા આ લોકોએ રાહતનો દમ લીધો હતો. જોકે આ છેલ્લો એવો કન્ટેન્મેન્ટ ઝોન હતો. જેનો વ્યાપ વધુ હતો. હવે બહુ ઓછા વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોનમાં રાખવામાં આવી રહયા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide