મોરબી : આજે રક્ષાબંધન નિમિતે વર્ષોની અતૂટ પરંપરા મુજબ દર વર્ષે ભૂદેવો દ્વારા યજ્ઞોપવીત બદલવાની વિધિ યોજાઈ છે. પણ આ વખતે કોરોનાની સંક્રમણ વધુ ફેલાયેલું હોય, તેથી એકબીજાની સલામતી માટે ઓનલાઈન યજ્ઞોપવિતની વીંધી કરવામાં આવી હતી અને મોરબીના કર્મકાંડી ભૂદેવો દ્વારા રક્ષાબંધન નિમિતે ઓનલાઈન જનોઈ વિધિ યોજાઈ હતી. જેમાં અનર્ક ભૂદેવો જોડાયા હતા અને ઓનલાઈન રીતે યજ્ઞોપવિત બદલવાની વિધિ કરવામાં આવી હતી.
મોરબીના વિપુલભાઈ શાસ્ત્રી સહિતના કર્મકાંડી ભૂદેવો દ્વારા આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે વર્ષોની પરંપરા અનુસાર જનોઈ બદલવાની વિધિ ઓનલાઈન રીતે યોજાઈ હતી. જેમાં વિપુલભાઈ શાસ્ત્રીના જણાવ્યા મુજબ આ વખતે કોરોનાનો કહેર હોવાથી એકબીજાની સલામતી માટે આજે રક્ષાબંધન નિમતે પરંપરા ન તૂટે તે માટે ભૂદેવોની જનોઈ બલવાની વિધિ ઓનલાઈન કરવામાં આવી હતી. જેમાં ભુદેવોએ પોતાના ઘરે રહીને ઓનલાઈન રીતે યજ્ઞોપવિત ધારણ કર્યા હતા અને કર્મકાંડી ભુદેવોએ ઓનલાઈન મંત્રોચ્ચાર સહિતની વિધિ કરી હતી. ગલીબલ કોમ્યુનિકેશન ડોટ કોમ રાજકોટના માધ્યમથી ઓનલાઈન જનોઈ વિધિ યોજાઈ હતી. આ ઓનલાઈન જનોઇ વીધીમાં સમગ્ર ભારત અને ગુજરાતમાં 1 હજારથી વધુ ભૂદેવો તેમજ રાજકોટના રાજ્યસભાના સભ્ય અભયભાઈ પણ હાજર રહ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide