[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : મોરબીના દાનવીર ‘કર્ણ’ નું બિરુદ ધરાવતા અજયભાઇ લોરિયા તથા તેમની ટિમ દ્વારા કોરોના મહામારી વચ્ચે જે માસ્ક-સૅનેટાઇઝર , તેમજ ઓક્સિજન સહીત સતત સેવાઓ આપવામાં આવેલ તેની નોંધ લઇ મોરબી ઠાકોર સમાજ દ્વારા આજે તેમનું ફૂલોનો હાર પહેરાવી અને સાલ ઓઢાડી સ્નમાનપત્ર એનાયત કરવામાં આવેલ હતું
‘સેવા એજ સાચી સંપત્તિ છે’ આ સૂત્રને માત્ર લખવા ખાતર નહિ પરંતુ ખરા અર્થમાં જેમને ચરિતાર્થ કર્યું છે તેવા મોરબીના યુવા ધરોહર એવા અજયભાઇ લોરિયાનું આજે ઠાકોર સમાજના અગ્રણીઓ પ્રભુ ભાઈ કગથરા (ઉપપ્રમુખ સૌરાષ્ટ્ર ઠાકોર સમાજ) તેમજ સુરેશ ભાઈ સિરોયા(પ્રમુખ અખિલ ભારતીય કોળી સમાજ) તેમજ અન્ય આગેવાનો પણ હાજર રહ્યા નોંધનીય છે કે અજયભાઇ લોરિયા એ કોરોના મહામારી પહેલા પણ અનેક જરૂરિયાતમંદોને અનન્ય સેવાઓ આપેલ છે ત્યારે મોરબીના અગ્રણીઓ દ્વારા હાલ અજયભાઇ લોરિયાના સન્માનમાં સૌ આગળ આવી રહયા છે
[નોંધ:] કોરોના મહામારી વચ્ચે જીવન જોખમે સતત સેવા આપનાર અજયભાઇ લોરિયા તથા તેમની સાથે જે યુવાનો છે તેમની સેવાને ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક પણ બિરદાવે છે
-રાધેશ બુધ્ધભટ્ટી
[Editor In Chief : The Press Of India]
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide