ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો
મોરબી : મોરબીના ખાખરાળા રોડ ઉપર આવેલ એક પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે જાણ થતા ફાયરની ટીમે તુરંત જ ઘટના સ્થળે દોડી જઈને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
પ્રાપ્ત થતી વિગત મુજબ ખાખરાળા રોડ ઉપર આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં ગઈ સાંજે ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ અંગે જાણ થતા ફાયરની બે ટિમો વસંતભાઈ પરમાર, પિન્ટુભાઈ નગવાડીયા, નીલેશભાઈ રાઠોડ, પેથાભાઈ મોરવાડિયા, કુલદીપસિંહ રાણા, હકેશભાઈ લઢેર અને દિનેશભાઈ પડાવા સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઘટના સ્થળે વીજ તાર તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતી. જેથી આ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide