મોરબી: હાલ દેશમાં કોરોનાની બીજી લ્હેર હાહાકાર મચાવી રહી છે. કોવિડ-19 નું નવું મ્યુટેશન નાગરિકોને ઝડપથી ચેપગ્રસ્ત બનાવવા સાથે ઘાતક પણ નીવડી રહ્યું છે. ત્યારે ખાખરેચી ગામમાં ગ્રામજનોના સ્વાસ્થ્યની સુરક્ષા અર્થે માસ્ક અને સેનીટાઇઝરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
ખાખરેચી ગામમાં આજે બુધવારે ઉદય ગ્રુપ દ્વારા કોરોના સંદર્ભે બચાવની જાગરૂકતા માટે પત્રિકા વિતરણ સાથે 7000 જેટલા માસ્ક તેમજ 1500 સેનીટાઇઝર બોટલોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે લોકોને અપીલ કરવામાં આવી હતી કે, માસ્ક અવશ્ય પહેરવો. હાથ સેનિટાઈઝ કરતા રહેવા. સરકારી ગાઈડલાઇન્સ જેવી કે, બે વ્યક્તિઓ વચ્ચે 6 ફૂટનું અંતર જાળવીએ, લોકો સાથે હસ્તધુનૂન ન કરતા બે હાથ જોડી અભિવાદન કરીયે. ખાસ જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળીએ. માસ્ક હંમેશા ધોયેલું જ પહેરીયે. પાણી ઉકાળીને પીવાનું રાખીએ. ગુગળ, લીમડાના પાન, વચા, ઉપલેટ, હરડે, રાઈ, જવના પાવડરમાં થોડું ઘી ઉમેરીને ઘરમાં સવાર સાંજ તેનો ધુમાડો કરીયે. બહારથી ઘરમાં આવીને તરત જ હળદરવાળા પાણીના કોગળા કરીયે. બહાર જતા પૂર્વે ગાયનું શુદ્ધ ઘી નાકમાં લગાવીએ તેમજ કોરોનાના લક્ષણો જણાય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવાનું ઉદય ગ્રુપ ખાખરેચી ગામની એક યાદીમાં જણાવાયું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide