મોરબીના ખરેડા ગામને હરિયાળું બનાવવા રોપાઓનું વિતરણ

0
42
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
એક જ કલાકમાં એક હજાર ફળાઉ અને ઔષધીય રોપાનું વિતરણ કરાયું

મોરબી : હાલ મોરબી તાલુકાના ખરેડા ગામ ખાતે મોરબીના મધૂરમ ફાઉન્ડેશન દ્વારા નવરંગ નેચર કલબ અને વનસ્પતિ બીજ બેંકના સહયોગથી રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

‘મારું ગામ, હરિયાળું ગામ’ ઝુંબેશ અંતર્ગત મોરબીના મધૂરમ ફાઉન્ડેશન સૌજન્યથી ગઇકાલે તારીખ ૨૩/૬/૨૦૨૧ના રોજ ખરેડા ખાતે એક હજાર ફળાઉ તથા ઔષધીય રોપાઓનુ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.ગ્રામજનોમાં અગાઉના સમયમાં કયારેય ન જોવા મળેલ તેવો અતિ ઉત્સાહ જોવા મળેલ હતો. જેથી, આશરે એક કલાકમાં જ એક હજાર રોપાનુ વિતરણ પૂર્ણ થયેલ હતું. લોકોમાં આવેલી જાગૃતિ અભિનંદનને પાત્ર છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/