ગઇરાત્રે બનેલી ઘટનાનું કારણ જાણવા બી ડિવિજન પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ સત્વરે તપાસનો ધમધમાટ શરુ કર્યો
મોરબી : હાલ મોરબીના ઘુંટું રોડ ઉપર આવેલ સીરામીક કારખાના પાસે ગતરાત્રે એક અજાણ્યો યુવાન કોઈ કારણોસર સળગી જતા તેનું ટૂંકી સારવાર દરમ્યાન રાજકોટ હોસ્પિટલમાં મોત નપજ્યું હતું. આ બનાવ અકસ્માતનો છે કે આપઘાતનો છે, તે જાણવા બી ડિવિજન પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે.
આ સમગ્ર બનાવની મોરબી બી ડિવિજન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ ટોરેન્ટો સીરામીક ફેકટરી પાસે ગતરાત્રે આશરે 25 વર્ષની વયનો એક અજાણ્યો યુવાન કોઈ કારણોસર સળગી ગયો હતો. જેમાં આ યુવાન આખા શરીરે ગંભીર રીતે દાઝી જતા તેને બેભાન હાલતમાં સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું.
હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી આ અંગેની યાદી આવતા બી ડિવિજન પોલીસે એડીની નોંધ કરીને ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ બનાવમાં કોઈ જ્વલંતશીલ પદાર્થ છાંટીને યુવાન જાતે સળગ્યો હતો કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે આગળની વધુ તપાસમાં બહાર આવશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide