મોરબી : મોરબીમાં આવેલ કુબેરનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી નિમિત્તે મુલાકાતીઓના આરોગ્યની ચિંતા કરી મંદિરને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું.
મોરબીના કુબેરનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી મહોત્સવના આયોજનના ભાગરૂપે આજે તારીખ 28ના રોજ મંદિરમાં આવતા શિવભક્તોની આરોગ્યની સુખાકારી માટે મંદિરને ૧૨૦ લિટર સેનેટાઈઝરથી સંપૂર્ણ સેનેટાઈઝ કરવામાં આવેલ હતું. જેથી કરીને શિવભક્તોનું આરોગ્ય જળવાઈ તે માટે થઈ મંદિરના મહંત પરિવાર અને ટ્રસ્ટી મંડળ દ્વારા ખાસ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે અને મહાશિવરાત્રી પર્વનું ભક્તિમય વાતાવરણમાં સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરી ઉજવવાનું મહંત પરિવાર અને ટ્રસ્ટી મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide