મોરબીના એલ.ઈ. ક્રિકેટ ગ્રાઉન્ડની અંતે સાફ-સફાઈ

0
98
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

સરકારી ભરતીની તૈયારી કરતા અને ક્રિકેટપ્રેમી યુવાનોની માંગને ધ્યાને લઇ વોર્ડ નં 4ના કાઉન્સિલરે સફાઈ કરાવી

મોરબી : મોરબી વોર્ડ નં 4ના કાઉન્સિલર દ્વારા મોરબી LE ક્રિકેટ ગ્રાઉન્ડની સફાઈ કરવામાં આવી હતી.આ ગ્રાઉન્ડનો ઉપયોગ ક્રિકેટ તેમજ પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો કરતા હોવાથી મેદાનની સફાઈ કરવામાં આવી હતી.મોરબીના વોર્ડ નં.4ના તેમજ 108ના નામથી પ્રચલિત કાઉન્સિલર ગિરિરાજસિંહ ઝાલાએ લોકોની તેમજ ભરતીની તૈયારી કરતા યુવાનોની માંગ ધ્યાનને રાખી મોરબી નગરપાલિકામાં રજૂઆત કરી LE ક્રિકેટ ગ્રાઉન્ડની સફાઈ કરવામાં આવી હતી.લોકો તેમજ ક્રિકેટપ્રેમીઓને મદદરૂપ બનવા સફાઈ કામદારોને સાથે રાખી સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતું.મેદાનની સફાઈ કરાવીને લોકોની માંગણી પુરી કરી હતી.આ માટે લોકોએ તેમનો આભાર માન્યો હતો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/