મોરબીના લાલપર પાસે સુતેલા શ્રમિક પર ટ્રક ફરી વળતા શ્રમિકનું મોત

0
70
/

મોરબી: લાલપર પાસે ટ્રક રીવર્સ લેતી વેળાએ ટ્રક ચાલકે સુતેલા યુવાન પર ટ્રક ફેરવી દેતા યુવાનનું મોત થયું છે.

મૂળ યુપીના રહેવાસી હાલ એલાઈસ્ન સિરામિક લાલપરની સીમમાં રહેતા રામેન્દ્ર ઉર્ફે રાવેન્દ્રકુમાર શ્રીરામપાલ પાસવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ટ્રક ટ્રેઇલર આરજે ૦૭ જીડી ૨૬૫૦ ના ચાલકે ટ્રક ટ્રેઇલર રીવર્સમાં લેતી વેળાએ પાછળ સુતેલ ફરિયાદીના દીકરા દિલીપને અડફેટે લીધો હતો અને ટ્રકનું પાછળના ટાયરમાં આવી જતા ગંભીર ઈજાથી યુવાનનું મોત થયું છે.જેની મોરબી તાલુકા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/