[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આજે મોરબીના નીચી માંડલ ગામથી વાંકળા તરફના રસ્તા નજીક બે દિવસ પૂર્વે ડબલ સવારી બાઈક કેનાલમાં ખાબકતા એક યુવાન બચી ગયો હતો જ્યારે બીજો વ્યક્તિ કેનાલના પાણીમાં ગરકાવ થઈ જતાં ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવતા 40 કલાક બાદ આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નીંચી માંડલ ગામથી વાંકળા જવાના રસ્તા નજીક સુનીલભાઈ અને અશ્વિન કારુભાઈ મોઢુંતારીયા રહે બંને રફાળેશ્વર નામના યુવાનો બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક કોઈ કારણોસર નીંચી માંડલ ગામથી વાંકળા જવાના રસ્તા નજીક નીકળતી કેનાલમાં આ ડબલ સવાર બાઇક ખાબકયું હતું. તેથી બાઇક સાથે બન્ને વ્યક્તિઓ કેનાલમાં ડૂબી જતાં સુનીલને તરતા આવડતું હોવાથી તે બહાર નીકળી ગયો હતો. પરંતુ અશ્વિન કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide