મોરબીના મચ્છુ-2માં ઝંપલાવીને યુવક-યુવતીનો સજોડે આપઘાત: અરેરાટી

0
298
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

પોલીસે બન્નેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી

મોરબી : હાલ મોરબીના મચ્છુ-2 ડેમમાં આજે યુવક અને યુવતીએ સજોડે ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઇ ડેમમાંથી યુવક અને યુવતીના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકેથી આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના લખધીરનગર પાસે મચ્છુ-2 ડેમમાં એક યુવક અને યુવતીએ સજોડે પડતું મૂક્યું હોવાની કોઈએ જાણ કરતા તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ક્રિષ્ના જેઠવા (ઉ.વ.18, રહે પ્રધાનમંત્રી આવાસ યોજના શનાળા બાયપાસ મોરબી) તેમજ ધવલ રાઠોડ (ઉ.વ.19 રે.લાયન્સનગર મોરબી) નામના યુવક યુવતીએ આજે મચ્છુ ડેમમાં પડતું મુક્તા પાણીમાં ડૂબી જવાથી બન્નેના મોત નિપજ્યા હતા.પોલીસની વધુ તપાસમાં આ બન્ને યુવક યુવતી ચાર દિવસથી ઘર છોડી લાપતા બન્યા હતા. બાદમાં આજે બન્ને મચ્છુ ડેમમાં ઝંપલાવી દીધું હતું બન્ને પ્રેમીયુગલ હોવાનું પોલીસે અનુમાન દર્શાવ્યું હતું. આથી તાલુકા પોલીસ સ્ટાફે હાલ ડેમમાંથી યુવક અને યુવતીના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/