મોરબીના મચ્છુ ડેમમાં દરરોજ 15 MCFT નર્મદા નીર ઠલવાશે, પાણીનો પ્રશ્ન ટળ્યો

25
396
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

જામનગર સુધી પાણી મોકલવાનું હોવાથી મચ્છુ ડેમની 21 ફૂટની સપાટી સુધી પાણી ભરાશે : હાલ મચ્છુની સપાટી 8.5 ફૂટે

મોરબી : મોરબીના મચ્છુ ડેમમાં દરરોજ 15 MCFT નર્મદા નીર ઠલવવામાં આવી રહ્યું છે. જો કે અગાઉ જળસંકટની ભીતિ સેવાઈ રહી હતી. પરંતુ નર્મદા નિરના અવતરણથી પાણીનો પ્રશ્ન ટળી ગયો છે. વધુમાં નર્મદા નિરને જામનગર મોકલવાનું હોવાથી મચ્છુ ડેમની 21 ફૂટની સપાટી સુધી નર્મદા નિરને ભરવામાં આવશે.

મોરબીમાં અગાઉ મચ્છુ ડેમના તળિયા દેખાવા લાગતા પાણી પ્રશ્ન વિકટ બન્યો હતો. અગાઉ ડેમમા પાણીની સપાટી 7 ફૂટ સુધી હતી. અંદાજે એકાદ મહિનો ચાલે તેટલું પાણી ડેમમાં હતું. પાણીના આ સંકટને ધ્યાને લઈને મચ્છુ ડેમમાં નર્મદાનું નીર ઠાલવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ નર્મદા નિરનો 15 MCFT જેટલો જથ્થો દરરોજ મચ્છુ નદીમાં ઠાલવવામાં આવી રહ્યો છે.ચ્છુ ડેમમાં નર્મદા નીર 300 ક્યૂસેકના પ્રવાહે આવી રહ્યું છે. હાલ નર્મદા નિરનું અવતરણ થતા મચ્છુ ડેમમાં પાણીની સપાટી 1.5 ફૂટ વધીને 7 ફૂટે પહોંચી છે. વધુમાં જામનગરમા પણ નર્મદા નીર પહોંચાડવાની માંગણી પ્રબળ બની છે. જેને ધ્યાને રાખીને જામનગરમા નર્મદાનું પાણી પહોંચાડવા માટે મચ્છુ ડેમની પાણીની સપાટી 21 ફૂટને આંબે ત્યાં સુધી નર્મદા નીર ઠાલવવાનું ચાલુ રાખવામાં આવશે તેવું જાણવા મળ્યું છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

Comments are closed.