મોરબી માં માધાપર ના સર્વે નં.૧૨૭૫ પૈકી ના બિનખેતી પ્લોટ નં. ૧ થી ૪ મળી ચો.મી.૨૨૭-૫૪ ની જગ્યા ઉપર આરોપીઓ :૧ઃ ખીમજીભાઈ માવજીભાઈ પરમાર :૨: હીરાભાઈ માવજીભાઈ પરમાર ના એ ગેરકાયદેસર રીતે દબાણ કર્યા અંગે ધ ગુજરાત લેન્ડ ગ્રેર્લીંગ એકટ-૨૦૨૦ હેઠળ ની ફરીયાદ ના આધારે મો૨બી સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશન તરફથી ગુનો નોંધી બન્ને આરોપીઓ ની ધરપકડ કરવામાં આવેલ.
ત્યારબાદ બન્ને આરોપીઓ ને જામીન ઉપર મુકત કરાવવા મોરબી ના સિનીયર એડવોકેટ નિકુંજ પુનમચંદભાઈ કોટક તથા તેમના જુનીયર એડવોકેટ હાર્દિક.ડી.ગોસ્વામી, હીરેન ડી. ગોસ્વામી, અશોક એસ.દામાણી, કિશોર એલ.સુરેલા મારફત મોરબી સ્પેશીયલ લેન્ડ ગ્રેીંગ કોર્ટ માં રેગ્યુલર જામીન અરજી નં-૪૯૩/૨૦૨૨ થી દાખલ કરવા સદરહુ જામીન અરજી ના કામે આરોપીઓ ના વકીલશ્રી એ પુરાવા રજુ કરી ધારદાર દલીલ કરતા મોરબી સ્પેશીયલ લેન્ડ ગ્રેબીંગ કોર્ટે આરોપીઓ ના વકીલશ્રી ના પુરાવાઓ તથા દલીલ ગ્રાહય રાખી મોરબી સ્પેશીયલ લેન્ડ ગ્રેીંગ કોર્ટે બન્ને આરોપી :૧: ખીમજીભાઈ માવજીભાઈ પરમાર :૨ઃ હીરાભાઈ માવજીભાઈ પરમાર ને તા.૨૧-૬-૨૦૨૨ ના રોજ જામીન ઉપર છોડી મુકવાનો હુકમ કરેલ. આ બન્ને આરોપીઓ વતી મો૨બી ના સિનીયર એડવોકેટ નિકુંજ પુનમચંદભાઈ કોટક તથા તેમના જુનીયર એડવોકેટ હાર્દિક ડી.ગોસ્વામી, હીરેન ડી.ગોસ્વામી, અશોક એસ.દામાણી, કિશોર એલ.સુરેલા રોકાયેલા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide