[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : મોરબીમાં નગરપાલિકા દ્વારા આજે મહારાણા પ્રતાપ સર્કલ પાસે બ્રિજને નડતરરૂપ 30 જેટલા દબાણોનો કડુસલો બોલાવી દેવામાં આવ્યો છે. પોલીસને સાથે રાખી આ ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે દુકાનોના ઓટલા અને છાપરાઓ ઓવરબ્રિજને નડતરરૂપ હોય, નગરપાલિકા દ્વારા અગાઉ નોટીસની કાર્યવાહી કર્યા બાદ આજે ડીમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અધિકારીઓની હાજરીમાં ત્રાજપર ચાર રસ્તા અને સર્કિટ હાઉસ જવાના રસ્તે નનડતરરૂપ 30 જેટલા ઓટલા અને છાપરાઓને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide