મોરબીના મહેન્દ્ર નગર ખાતે યુવા મોરચા દ્વારા બાઈક રેલી યોજાઈ ગઈ

0
82
/

યુવા ભાજપના આગેવાનો દ્વારા બાઈકરેલી યોજી તમામ ગ્રામ્ય વિસ્તારોમાં બાઈક રેલીનું આયોજન : ભાજપને જીતાડવા યુવાનો મેદાને : શુ ભાજપ મારશે બાજી ? ચર્ચાતો સવાલ 

મોરબી માળીયા વિધાનસભા પેટાચૂંટણીમાં જીત માટે ભાજપના આગેવાનો દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે મહેન્દ્ર નગર ખાતે યુવા ભાજપના આગેવાનો દ્વારા પ્રચાર માટે બાઈક રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા મોરબી યુવા ભાજપ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં રહેલી નારાજગી દૂર કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે ગણતરી ના દિવસોમાં જ મતદાન છે.

ત્યારે તમામ ગ્રામ્ય વિસ્તારોમાં માં પહોંચી યુવા ભાજપ દ્વારા સફળતા માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે આ બાઈકરેલીમાં મોરબી યુવા ભાજપના પ્રદેશ અગ્રણી ગૌતમ ગૌસ્વામી,મોરબી જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશ કૈલા,યુવા ભાજપ ઉપપ્રમુખ જયદીપ હૂંબલ,યુવા ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય સાગર સદાતિયા,યુવા તાલુકા ભાજપ પ્રમુખ વિશાલ ઘોડાસરા,મહેન્દ્રનગર સ્થાનિક આગેવાન રાજેશભાઈ શેરસીયા સહિતના આ બાઇક રેલીમાં જોડાયા હતા અને કોવિડ ૧૯ ના નિયમો અનુસાર તમામ ગ્રામ્ય જનોને ભાજપને જીતાડવા અને જંગી મતદાન કરવા અપીલ કરી હતી જો કે યુવા ભાજપની રાત દિવસની આ મહેનત કેટલી રંગ લાવે છે એ આગામી સમય બતાવશે હાલ તો ભાજપ જીતના પ્રયત્નો કરવામાં કોઈ કસર છોડવા માંગતા નથી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/