મોરબીના મુખ્ય માર્ગો પર રખડતાં ઢોરનો ત્રાસ !!

0
9
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : મોરબીમાં અવાર નવાર રખડતાં ઢોરના કારણે અકસ્માતના બનાવો બનવા અને ટ્રાફિકજામ થઈ જવો જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તંત્રના વાંકે આજે પણ મોરબીના મુખ્ય માર્ગો પર રખડતાં ઢોર અડીંગો જમાવીને બેસી જાય છે જેનું પરિણામ આમ જનતાને ભોગવવું પડી રહ્યું છે. ત્યારે મોરબીના ત્રાજપર ચોકડીથી પાડા પુલ સુધી છેલ્લા 15 દિવસથી રખડતાં ઢોરનો ત્રાસ વધ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ત્રાજપર ચોકડીથી છેક પાડા પુલ સુધી રોડ પર છેલ્લા 15 દિવસથી રખડતાં ઢોરનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત શક્તિ ચોક, ગેસ્ટ હાઉસ રોડ, સીપીઆઈ કચેરી ચોક, નગર દરવાજા, શાક માર્કેટ સહિતના મોરબીના મોટાભાગના મુખ્ય માર્ગો પર રખડતાં ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. રસ્તા પર અથવા ફૂટપાથ પર રખડતાં ઢોરના જમાવડાથી અવાર નવાર ટ્રાફિકજામની સ્થિતિ પણ ઉદભવે છે. ઘણી વખત ઢોરના કારણે અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને મોટી જાનહાનિ થવાનો પણ ભય સતાવી રહ્યો છે. લોકો ભયના ઓથાર નીચે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. જો કે મોરબી શહેરમાં આ સમસ્યા ઘણા સમયથી હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. આ રખડતાં ઢોર અને ઢોર માલિકો સામે નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોય સામાન્ય જનતાને પરેશાની ભોગવવી પડી રહી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/