મોરબીના માર્કેટિંગ યાર્ડમાં મુહૂર્તમાં 2165 કવિન્ટલ કપાસની આવક

0
108
/
લાભ પંચમીએ મગફળી સહિત અન્ય જણસીઓની પણ ધૂમ આવક થતા યાર્ડ છલકાયુ

મોરબી : હાલ મોરબી માર્કેટિંગ યાર્ડ આજે લાભપાંચમે ધમધમતું થયું છે અને યાર્ડમાં રાબેતા મુજબ કપાસ સહિતની જણસીઓની ખરીદી વેચાણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જો કે આજે પ્રથમ દિવસે જ માર્કેટિંગ યાર્ડમાં 2165 કિવીંટલ કપાસની આવક થઈ છે. તેમજ મગફળી સહિત અન્ય જણસીઓની પણ મહત્તમ આવક થઈ છે. લાભપાંચમેં જ ઢગલા મોઢે કપાસ ઠલવાતા આ સિઝન વધુ સારી જવાની આશા છે.

મોરબીના માર્કેટિંગ યાર્ડમાં દિવાળી પહેલા ભીષણ આગની ઘટના બાદ દિવાળીની રજાઓ જાહેર કરી દેવામાં આવી હતી.ત્યારે આજે લાભપાંચમે ધંધા શરૂ કરવાનું શુભ મુહૂર્ત હોવાથી લાભપાંચમના શુભ મુહૂર્તમાં માર્કેટ યાર્ડમાં હરરાજી શરૂ કરી દેવામાં આવી છે.જ્યારે ખેડૂતોએ ગઈકાલ સાંજથી આ માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીઓ ઠલવવાનું શરૂ કરતાં આજ સુધીમાં કપાસ સહિતનો માલ ઢગલા મોઢે ઠલવાયો હતો. સફેદ સોનુ ગણાતા કપાસની ગાંસડીઓનો ઢગલા મોઢે માલ ઠલવાતા લાભપાંચમ વેપારીઓ માટે શુકનવતી રહી હતી.માર્કેટ યાર્ડમાં આજે પ્રથમ દિવસે 2165 કિવીંટલ કપાસ, 433 કિવીંટલ મગફળી, 57 કિવીંટલ ઘઉં, 76 કિવીંટલ તલ, 20 કિવીંટલ જીરું, 26 કિવીંટલ બાજરી, 190 કિવીંટલ અળદ, 40 કિવીંટલ ચણા સહિતના કઠોળ તેમજ શાકભાજીની પરચુરણ આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, આજે પ્રથમ દિવસ હોવાથી સરેરાશ થોડા ઓછા ખેડૂતો આવ્યા હતા. પણ આ વખતે કપાસ અને મગફળી સહિતના પાકોનું ઉત્પાદન ઘણું સારું થયું હોવાથી આગામી દિવસોમાં આ જણસીઓની આવક વધશે અને હવેથી દરરોજ 15 થી 20 હજાર મણ કપાસની સરેરાશ આવક થવાનો અંદાજ છે. ભાવ પણ સારા મળ્યા છે. કપાસનો મણ દીઠ ઉંચો ભાવ રૂ. 1727 અને નિચો ભાવ રૂ.1075 તેમજ મગફળીનો ઉંચો ભાવ રૂ.1152 અને નિચો ભાવ રૂ.836 રહ્યો હતો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/