મોરબીના મયુર પુલની વિજપોલ અને એલ.ઇ.ડી. લાઈટ ગુમ

0
42
/
વર્ષ 2017થી એલ.ઇ.ડી. રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છતાં તંત્ર કાર્યવાહી ન કરતા અંતે સામાજિક કાર્યકરોએ કલેકટર રજુઆત કરી

મોરબી : મોરબીના મયુર પુલ ઉપર વર્ષ 2017માં રહસ્યમય રીતે એક પછી એક એમ 35 થી 40 જેટલી એલઇડી લાઈટ અને વિજપોલ ગુમ થઈ જતા આ મામલે પાલિકા તંત્રને અગાઉ અનેકવાર રજુઆત કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરાતા રાજકોટ પ્રાદેશિક કમિશનરને રજુઆત કરવાની ચીમકી આપવામાં આવી છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, જીગ્નેશભાઈ પંડ્યા અને જનક રાજાએ કલેક્ટર તેમજ ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, મયુર પુલ ઉપર વિજપોલ ઉપરથી લાઈટો ગુમ થવાની સાથે બાજુમાં આવેલા પાડાપુલ ઉપર હમણાં એકસાથે 20 લાઈટો ઉતરી ગઈ છે અને લાઈટો વગરના થાંભલા ઉભા છે. બેથી ત્રણ જ લાઈટો ચાલુ હોય પાડાપુલ ઉપર રાત્રે અંધારપટ્ટ સર્જાઈ છે. રાત્રે પુલ ઉપર અંધારપટ્ટને કારણે પ્રજા પરેશાન છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. પુલ ઉપર વિજપોલ તેમજ લાઈટો ગુમ થવા અને અંધારપટ્ટ થઇ જતો હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડતી હોવા અંગે અગાઉ અનેક વખત તંત્રને રજુઆત કરી હતી છતાં તંત્ર પગલાં લેવામાં નાકામ પુરવાર થયું છે.

મોરબીના બન્ને પુલ શહેરની શાન છે. આ ઉપરાંત, સામાંકાંઠા અને મોરબી શહેરને જોડતી મુખ્ય કડી હોવાથી આ બન્ને પુલ ઉપર હજારોની અવરજવર રહેતી હોય ત્યારે અંધારપટ્ટને કારણે અકસ્માત થાય તો જવાબદારી કોની તેવા સવાલ સાથે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/