[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી-માળીયાના ધારાસભ્યની રજૂઆતો બાદ નજરબાગ રેલવે સ્ટેશનમાં સુવિધાઓનો ઉમેરો થયો
રીનોવેશન સહિતના કાર્યોની રજૂઆત બાદ થયેલ કાર્યો બદલ મંત્રીનો આભાર વ્યક્ત કરાયો
મોરબી : મોરબી માળીયાના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબીના નઝરબાગ રેલવે સ્ટેશનની મુલાકાત લઇ તેમના દ્વારા કરવામાં આવેલ રજૂઆત બાદ થયેલ કામગીરીનું અવલોકન કર્યું હતું.મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબી-માળીયાના ધારાસભ્ય તરીકે કેન્દ્ર સરકારમાં નજરબાગ રેલવે સ્ટેશનના રીનોવેશન તેમજ અન્ય સુવિધાઓ અને વિકાસ કાર્યો માટે રજૂઆતો કરી હતી. આ રજૂઆતોને પગલે નજરબાગ રેલવે સ્ટેશનમાં સુવિધાઓનો ઉમેરો થતાં સ્થાનિક અગ્રણીઓ દ્વારા નજરબાગ રેલવે સ્ટેશન ખાતે ગુરુવારે મંત્રીની મુલાકાત વેળાએ સન્માન કરવામાં આવ્યું હતું.આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, અગ્રણીઓ સુરેશભાઇ શિરોહીયા સહિત સ્થાનિક અગ્રણીઓ નજરબાગ રેલવે સ્ટેશને હાજર રહ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide