મોરબીન: જુના બસ સ્ટેન્ડ નજીક થયેલ જીવલેણ અકસ્માતમાં ST બસચાલક સામે ફરિયાદ નોંધાઈ

0
49
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : ગઈકાલે મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક થયેલ અકસ્માતમાં બસ અને સ્કૂટર વચ્ચે થયેલ અકસ્માતમાં સ્કૂટરચાલક મહિલાનું મોત થયું હતું. આ બનાવમાં પોલીસે બસચાલક સામે ગુનો નોંધ્યો છે.

ગઈકાલે તા. 14ના રોજ મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેથી લલનસીંગ પોતાનુ ગેસ્ટો સ્કુટર નં જી.જે.-36-ડી-7931 લઇને જતા હતા. ત્યારે સરકારી એસ.ટી. બસ નં. જી.જે.-18-ઝેડ-6630ના ચાલકે પોતાની એસ.ટી. બસ બેદરકારીપૂર્વક ચલાવી ટુ-વહીલરને હડફેટે લીધું હતું. આથી, લલનસીંગની પત્નીના માથાના ભાગે એસ.ટી. બસના પાછળના ટાયરનો જોટો ફરી વળતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અને તેનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે લલનસીંગ શિવપુજનસીંગ યાદવ (ઉ.વ. 46, ધંધો. સિરામીકમાં મશીન રીપેરીંગ કામ, રહે.મોરબી-2, સામાકાંઠા સુર્યકિર્તીનગર-2, શેરી નં.-2, મુળ રહે. ગામ લોહવાર, તા. જમાનીયા, જી. ગાજીપુર (યુ.પી.))એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બસચાલક સામે ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/