‘જેના અઢાર એ અઢાર અંગ વાંકા હોય તેણે બીજાના ફોલ્ટ શોધવા કેટલા વ્યાજબી? જેના ઘર કાંચના હોય તે બીજાના ઘર પર પથ્થર શું ખાક ફેંકે? એક આંગળી બીજાની તરફ કરો તો ધ્યાન રાખો કે ત્રણ આંગળી તમારી તરફ પણ ચિંધાયેલ જ છે
[રૂદ્રાક્ષ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: તાજેતરમાં એક મોરબીના સામાજીક અને સેવાભાવી અગ્રણી વિરુદ્ધ આધાર અને પાયા વિહોણા સમાચારો પ્રસિદ્ધ કરનાર વેબ પોર્ટલના એક ‘પત્તરકાર’ પિયુષ નિમાવત વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ થઇ છે
અહીં પત્રકાર ને બદલે ‘પત્તરકાર’ શબ્દનો ઉલ્લેખ એટલે કરવો પડે છે કે કારણકે આ શબ્દ ખરેખર બંધ બેસતો હોય તેવું આ ‘પત્તરકાર’ પોતાની અક્કલનું વરવું પ્રદર્શન કરી પોતે જાતે જ સાબિત કરી રહ્યા છે
જી . હા હમણાં તાજેતરમાં મોરબીના રાજકીય અને સામાજિક અગ્રણી દ્વારા આ મહાનુભાવ પર કરાયેલ પોલીસ ફરિયાદ બદલ જાણે તેઓ પોતાની શુદ્ધ બુધ્ધ ખોઈ બેઠા હોય તેવું લાગી રહ્યું છે અને ‘વિનાશ કાળે વિપરીત બુદ્ધિ’ આ કહેવત પણ તેમને હવે લાગુ પડતી જણાય છે
હવે વિગતવાર વાત કરીએ તો જે રાજકીય અગ્રણી દ્વારા ‘પત્તરકાર’ પર પોલિસ ફરિયાદ થઈ તે અગ્રણી નું તાજેતરમાં જ તેમની ઓફિસે જઇ બાજુમાં બેસી સમગ્ર સત્ય હકીકત લોકો સુધી પહોંચાડવા અને આવા લેભાગુ ‘પત્તરકાર’ની પોલ ખોલવાની હિંમત એક ‘તેજ પત્રકાર’ દ્વારા કરવામાં આવતા આ ‘પત્તરકાર’ ના પેટમાં તેલ રેડાયું હોય તેમ અસહ્ય અને એક પ્રસૂતાને સુવાવડ સમયે થાય તેવું દર્દ તેમને થયું, દુખતું હોય પેટ અને માથું ફૂટતા હોય તેવા બોખલાયેલા આ બાબુડાઓ દ્વારા ‘તેજ પત્રકાર’ વિશે પણ ફરી આધાર પુરાવા વિનાની ટિપ્પણી કરતા ફરી એક નવી ફરિયાદ ટુક સમયમાં ‘તેજ પત્રકાર’ દ્વારા કરવામાં આવશે તેવું પણ જાણવા મળે છે
શું હતી ટિપ્પણી?…
ટિપ્પણી એમ હતી કે ફલાણા પત્રકાર ભાઈ ફલાણી વ્યક્તિને બ્લેકમેલ કરવાના ગુનામાં જેલની હવા ખાઈ આવ્યા છે.
શું છે સત્ય હકીકત?…
આજથી દશેક વર્ષ પહેલાં 2013માં જૂનાગઢની એક ચીટર યુવતી દ્વારા મોરબીના અનેક લોકો સાથે છેતરપિંડી કરી લૉન અપાવી દેવાની લાલચ આપી 16,00000 થી વધારે રકમ નું ફૂલેકુ ફેરવેલ તે સમયે ‘તેજ પત્રકાર’ દ્વારા નિર્ભયતાથી આ યુવતીની ‘લીલા’ નો સમાચાર દ્વારા પર્દાફાશ કરેલ અને તે પણ મોરબીના જ એક અખબાર ના ફ્રન્ટ પેજ પર , ફોટા સહિત, 1,00000 નકલો છાપી ને … પુરાવા સાથે, આ ચમત્કાર થી ભૂરાઈ બનેલ ચિટર યુવતી દ્વારા ‘તેજ પત્રકાર’ વિરુદ્ધ 506/2 મુજબ ખોટી ફરિયાદ પણ કરેલ જેમાં પોલીસના કોન્સ. રમેશ પંડ્યા, અને પી આઇ વાઘેલા દ્વારા ભૂંડી ભૂમિકા બજાવેલ હતી અને લોકચર્ચા મુજબ ‘પૈસા’ નો વહીવટ કરી પોલીસે ખોટી ફરિયાદ પણ ‘તેજ પત્રકાર’ પર લીધેલ હતી પરંતુ અંતે ‘સત્યમેવ જયતે’ થયો અને સાલ 2021 ના રોજ આવેલ ચુકાદામાં ‘તેજ પત્રકાર’ નિર્દોષ છુટેલ તેમજ વળતા પ્રહારે ચિટર યુવતી પર પણ ‘તેજ પત્રકાર’ દ્વારા આઈ પી સી.ની ધારા 507 મુજબ ફરિયાદ પણ કરેલ છે અને ટૂંક સમયમાં હવે માનહાનીનો દાવો પણ ઠોકાશેહવે બોલો.. આમાં સાચું કોણ?
પત્રકારિત્વ નો એક નિયમ અને મર્યાદા છે કે પોલીસ ફરિયાદ માં જે લખેલ હોય તે જ અને તેવા જ શબ્દો માં સમાચાર લખવા જોઈએ ‘તેજ પત્રકાર’ પર ચિટર યુવતી એ કરેલ ફરિયાદ માં ‘અભદ્ર માંગણી’ જેવા કોઈ શબ્દ કે ઉલ્લેખ પણ નથી છતાં આ ‘પત્તરકાર’ પોતની મનઘડંત કહાની રજૂ કરતા હોય તેમ થોડું ઉમેરી અને સત્ય ને તોડી મરોડી ને રજૂ કરી લોકોને અને જનતાને ગુમરાહ કરવાના હેતુથી લખી પોતાના વિકૃત માનસ અને પોતાની ભાળી ગયેલી હાર નો પરિચય પોતે જાતે જ આપી રહ્યા છે. આવા ‘પત્તરકાર’ એ થોડા સવાલ પોતાની જાતને પણ પૂછવા જરૂરી છે કે શું સામાજિક ‘ઈજ્જત’ ની ઈચ્છા રાખનારાઓ એ પહેલા પોતાના સમાજ-ઘર-અને પરિવારમાં પણ માન સન્માન હોવું જરૂરી નથી? અવારનવાર દારૂ-જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સાથે અસંખ્ય પોલીસ ફરિયાદોના સન્માનપત્રો સાથે જેલ ને બદલે ઘર ની હવા આપ મહાનુભાવો એ કેટલી વાર ખાધી છે? શું મમ મમ ના પણ ફાંફા હોય ત્યારે ‘ફાંકા ફોજદારી’ ના કાકા બનાય? વિગેરે સવાલો પોતાની જાતને પણ એક વાર પૂછવા જરૂરી છે
આથી આ ‘પત્તરકાર’ ને ખાસ ચેતવણી છે કે તેમના દ્વારા જે પાયા વિહોણા આક્ષેપ અમારા વિરુદ્ધ કરવામાં આવેલ છે તેની સાબિતી અને પુરાવા નીચે લખેલ અમારા મીડિયા ગૃપને તેના કાર્યાલયે દિવસ 8 માં અમારી સમક્ષ રજુ કરે અન્યથા તેમના પર પોલીસ ફરિયાદ અને માનહાની નો દાવો પણ ઠોકાશે
-: અમારા મીડિયા ગૃપ :-
[1]- ‘દિવ્યદ્રષ્ટિ અખબાર
[2]- દિવ્યક્રાંતિ અખબાર
[3]-લોક જ્વાલા અખબાર
[4]-ધ પ્રેસ ઓફ ઇન્ડિયા
મોરબીના અમુક પત્રકારો તો થોડાં સમય પહેલાં એક મીડિયા ગૃપ અને તેના પત્રકારો પાછળ હાથ ધોઈને પડ્યા હતા કે મીડિયા ગૃપ અને તેના પત્રકારો દ્વારા સભ્ય બનાવવા માં આવી રહ્યા છે. પોલીસ દ્વારા તપાસ કરવા ભલામણો પણ કરાઈ પરંતુ તપાસમાં મીડિયા ગૃપ અને તેના પત્રકારો RNI થી રજીસ્ટર્ડ હોવાનું ખુલતા તપાસ કરવા આવેલ પોલીસ માટે ‘ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર’ જેવો ઘાટ સર્જાયો હતો આથી ખોટી અફવા ફેલાવનારા પત્રકારોને પણ જાણ થાય કે જ્યારે કોઈ અખબારને RNI (The Registrar Of News Papers For India) દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે ત્યારે અખબારના તંત્રી અને માલિક દ્વારા નક્કી કરવામાં આવે છે કે કોની પ્રેસ પ્રતિનિધિ તરીકે નિમણુંક કરવી તે અધિકાર તેમનો અબાધિત છે, જેમાં તે શહેર, જિલ્લા કે રાજ્યભરમાં વિસ્તાર મુજબ પ્રેસ પ્રતિનિધિઓ ની નિમણુંક કરી શકે છે. વળી કોઈ પત્રકાર દ્વારા પ્રેસકાર્ડ નો દુરુપયોગ પણ કરવામાં આવે તો તેની જવાબદારી માત્ર પ્રેસકાર્ડ ધારક ની જ રહે છે તેવી પ્રાઇવેસી પોલિસી લાઈન પણ પ્રેસ કાર્ડ માં છાપવામાં આવતી હોય છે. જેથી પ્રેસકાર્ડનો દુરુપયોગ કરનાર પ્રેસકાર્ડ ધારક પર જ પોલીસ પગલા લઈ શકે છે પરંતુ RNI થી રજીસ્ટર્ડ અખબારના તંત્રી કે માલિક પર નહિ જો અખબારના તંત્રી કે માલિકો સાથે પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવે તો અખબાર તંત્રી અને માલિક દ્વારા પોલીસ વિરુદ્ધ પણ કોર્ટ મારફત ફરિયાદ થઈ શકે છે અને RNI રજીસ્ટર્ડ મીડિયા ગૃપ કે તેના પત્રકારો વિરુદ્ધ ખોટા સમાચાર લખનારા પત્રકારો પર પણ બદનક્ષી ની ફરિયાદ થઇ શકે છે
આ જાણકારી એટલે આપી દઈ કે જે કરવા આપ ધારો છો તેમાં આપનો સમય અને શક્તિ ખોટી વ્યર્થ ન કરશો અન્યથા આધાર વિનાના સમાચારો પ્રસિદ્ધ કરનાર ‘પત્તરકાર’ ને કદાચ જેલ ની હવા જ માફક આવતી હશે તેવું મોરબીની જનતાએ એક વાર વાંચ્યું છે, બીજીવાર જોશે અને ત્રીજી વાર સ્વીકારી પણ લેશે
–રાધેશ બુધ્ધભટ્ટી
ડિરેકટર, ફાઉન્ડર, એડિટર ઇન ચીફ
The Press Of India
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide