મોરબીના પંચાસર ગામે 900 મણ એરંડાને આગ લગાવી દેવાનો બનાવ

0
216
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ખેતીની જમીન વાવવા રાખનાર ખેડૂત ઉપર આભ તૂટી પડ્યું

મોરબી : હાલ મોરબી તાલુકાના પંચાસર ગામે ખેતીની જમીન વિઘોટી ચૂકવી ભાડે રાખી ખેતી કરતા શ્રમિક પરિવારના 60 વિઘા એરંડાના તૈયાર થયેલા પાકમાં આજ ગામના બે વ્યક્તિઓએ આગ લગાડી એરંડા સળગાવી નાખતા ખેડૂતના મોઢે આવેલ કોળિયો છીનવાયો છે અને અંદાજે રૂપિયા 12લાખ 60 હજારનું નુકશાન જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ માળીયા તાલુકાના કુંતાસી ગામે રહેતા અને મોરબીના પંચાસર ગામે ખેતીની જમીન ભાડે રાખી ખેતી કરતા હિરાભાઈ ભનાભાઈ પરમારે 60 વિઘા જમીનમાં એરંડા વાવતા 900 મણ જેટલા એરંડાનો પાક ઉપજયો હતો.

દરમિયાન આ તૈયાર એરંડા હલરમાં કાઢવા ઢગલો કરીને રાખ્યો હોય પંચાસર ગામના ભવાનસિંહ અલુભા ઝાલા અને ભુરૂભા સુરૂભા ઝાલાએ આગ લગાળી આશરે 900 મણ એરંડા કિંમત રૂપિયા 12 લાખ 60 હજારના સળગાવી નાખી નુકશાન કરી ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે હિરાભાઈ ભનાભાઈ પરમારની ફરિયાદના આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી ક્લમ ૪૩૫, ૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યાવહી હાથ ધરી છે.

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/