મોરબીના હાલ પીપળી-જેતપર રોડ રોડ બિસ્માર હાલતમાં હોય જે મામલે તાકીદે રીપેરીંગ થાય તેવા હેતુથી મંત્રી બ્રિજેશ મેરજા આજે અધિકારીઓ સાથે મીટીંગ યોજશે
મોરબી-પીપળી-જેતપર-અણીયારી રોડ જે અત્યારે બિસ્માર હાલતમાં છે તે તાકીદે રીપેર કરવા લોકલાગણી અને માંગણીને ધ્યાને લઈને મોરબી-માળિયાના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ માર્ગ અને મકાન વિભાગના સંબંધિત અધિકારીઓનું ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોરી રસ્તાનું કામ તાત્કાલિક ચાલુ થાય તે માટે તા. ૨૫ ને મંગળવારે સાંજે ૫ કલાકે રાજકોટ ખાતે બેઠકનું આયોજન કર્યું છે જે બેઠકમાં મંત્રી રસ્તાની કામગીરી સાથે સંકળાયેલા નાયબ કાર્યપાલક ઈજનેર, કાર્યપાલક ઈજનેર અને અધિક્ષક ઈજનેર ઉપસ્થિત રહેશે અને રસ્તાની ત્વરિત રીપેરીંગ અને ચાર માર્ગીય રસ્તો બનાવવાની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવશે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide