મોરબીના રફાળેશ્વર, માટેલધામ અને જૈન દેરાસરો સોમવારથી શ્રદ્ધાળુઓ માટે ખુલશે

0
36
/

માત્ર દર્શન માટે મંદિરો ખુલશે, પૂજાવિધિની મનાઈ : સ્વામિનારાયણ મંદિરો 17 મીએ ખુલે તેવી શક્યતા

મોરબી : અનલોક 1 માં મોટાભાગની છૂટ આપવામાં આવી હતી પણ ભીડનું જોખમ ટાળવા માટે તમામ ધર્મસ્થાનકો અત્યાર સુધી બંધ હતા.ત્યારે સરકારે સોમવારથી તમામ ધર્મ સ્થાનકો ખુલ્લા મુકવાની છૂટ આપી છે.ત્યારે મોરબીમાં સ્વામીનારાયણ મંદિરો સિવાયના મોટાભાગના ધર્મસ્થાનકોના દ્રાર ભાવિકો માટે ઈશ્વરના દર્શન અર્થે આવતીકાલે સોમવારથી ખુલ્લા મૂકાશે.સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે ભાવિકોને ધર્મસ્થાનોમાં દર્શન કરવાની છૂટ મળશે.

મોરબીના સ્વામીનારાયણ મંદિરો હજુ બંધ રહેશે.જેમાં કાળુંપુર ,વડતાલ,બીએપીએસ સહિતના તાબા હેઠળના સ્વામિનારાયણ મંદિરો હાલ પૂરતા બંધ રખાશે.આ સ્વામિનારાયણ મંદિરો 17 મી તારીખની આજુબાજુમાં ખુલે તેવી શકયતા છે.જ્યારે મોરબી નજીક આવેલ પૌરાણિક રફાળેશ્વર મંદિર સોમવારથી ખુલી જશે અને પ્રસાદી, દૂધ કે ફૂલ અર્પણ કરી શકાશે નહીં.માસ્ક પહેરીને દર્શન માટે 5-5 વ્યક્તિને જ મંદિરમાં પ્રવેશ આપશે.અને પાંચ મિનિટમાં જ ભાવિકોને દર્શન કરીને મંદિરમાંથી નીકળી જવાનું રહેશે.આ મંદિર સવારે 6 થી 12 સુધી સાંજે 4 થી 8 સુધી ખુલ્લું રહેશે.તેમજ જુદીજુદી જગ્યાએ આવેલા જૈન દેરાસરો પણ આજથી ખુલશે અને 10-10 વ્યક્તિઓને પાંચ કે સાત મિન્ટ માટે દર્શન કરવા માટે પ્રવેશ આપશે.પૂજાવિધિ થઈ શકશે નહીં.તેમજ મોલાઈ રાજા સાહેબની દરગાહ કાલથી ખુલશે અને 4 લોકોને પ્રવેશ અપાશે.જેમાં 10 વર્ષથી નાના અને 65 વર્ષથી મોટાને પ્રવેશ નહિ મળે.મોરબીના સામાકાંઠે આવેલ શોભેશ્વર મંદિર અને વાંકાનેરના ઢુંવા નજીક આવેલ સોરાષ્ટ્ના પ્રસિદ્ધ યાત્રાધામ માટેલ મંદિર આવતીકાલથી ખુલશે.આ મોટાભાગના મંદિરોમાં માસ્ક પહેરી અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે અમુક વ્યક્તિઓને દર્શન માટે પ્રવેશ આપશે અને પૂજાવિધિ હાલના સમયે બંધ રહેશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/