મોરબીના રાજપરમા ખાણખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ ત્રાટકી

0
2
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી જિલ્લામાં ચાલતી ખનીજ ચોરી મામલે ખાણખનીજ વિભાગની સ્થાનિક ટીમો તેમજ ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે સપાટો બોલાવ્યાના અહેવાલો સાંપડી રહ્યા છે જેમાં મોરબીના રાજપર નજીક ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે માટી-મોરબીની ખનીજચોરી ઝડપી લીધી છે, તો વાંકાનેર પંથકમાં મોરબી ખાણખનીજ વિભાગે ફાયર ક્લેની ખનીજ ચોરી ઝડપી લીધાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ બુધવારે મોરબી જિલ્લામાં ખાણખનીજ વિભાગની સ્થાનિક ટીમો તેમજ ફ્લાઈંગ સ્ક્વોડની ટીમોએ ખનીજચોરો ઉપર તવાઈ ઉતારી હતી જેમાં રાજપર નજીક માટી મોરમની ખનીજ ચોરી ઝડપી લઈ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા અર્થમૂવર વાહનો સહિતનો મુદામાલ કબ્જે કર્યો હોવાનું તેમજ વાંકાનેર પંથકમાં સ્થાનિક ખાણખનીજ વિભાગ દ્વારા ફાયર ક્લેની ખનીજ ચોરી કરતા તત્વોને સાણસામાં લીધા હોવાનું સામે આવ્યું છે, જો કે, બન્ને દરોડામાં હજુ ગણતરી ચાલુ હોવાનું જાણવા મળે છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/