મોરબી: મોરબીના રવાપર ઘુનડા રોડ પર સરકારી જમીનમાં દબાણ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના લાલબાગ સરકારી વસાહતમાં રહેતા પરેશ રણમલભાઈ ગંભીર આહીર (ઉ.વ.૩૫) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી દાઉદ મહમદ પલેજા રહે બાવા અહેમદશાહ મસ્જીદ બાજુમાં વાળાએ રવાપર ઘુનડા રોડ પર આવેલ રવાપર ગામના સર્વે નં ૭૫ વાળી સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર અપપ્રવેશ કરી જમીનમાં દબાણ કરી બાંધકામ કરેલ અને સરકાર દ્વારા લગાવવામાં આવેલ માપણી નિશાનો દુર કરી પોતે કબજો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે એ ડીવીઝન પોલીસે આરોપી સામે આઈપીસી કલમ ૪૪૭,૪૩૪, ૧૮૮ અને પબ્લિક પ્રીમાઈસીસ એક્ટ ૧૯૭૧ ની કલમ ૧૧ મુજબ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide